


મોરબીના નિધિ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી મોરબી બી ડીવીઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ રાત્રીના પેટ્રોલીંગમાં હોય દરમિયાન નિધિપાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની ખાનગી બાતમીના આધારે મોરબી બી ડીવીઝન પોલીસ મથકના જે.કે.ઝાલા સહિતના સ્ટાફે મકાન નંબર-૪૭ માં દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૭૨ કીમત રૂ.૨૫૨૦૦ મળી આવી હતી અને તે વિસીપરમાં રહેતા તોફીક ગુલામ મેમણની હોવાનું ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

