મોરબીની કઈ કોલેજના પ્રિન્સીપાલની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બોર્ડ ઓફ એકાઉન્ટન્સીમાં નિમણુક થઇ ?



શિક્ષણની સાથે સાથે જીવન ઘડતરના પાઠ પણ શીખવતી મોરબીની પી.જી.પટેલ કોલેજના આચાર્યની સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં બોર્ડ ઓફ એકાઉન્ટન્સીમાં નિમણુક કરવામાં આવી છે.
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ડો.રવીન્દ્ર ભટ્ટની તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બોર્ડ ઓફ એકાઉન્ટન્સી માં other than chairman તરીકે નિમણુક કરવામાં આવી છે.ડો. રવીન્દ્ર ભટ્ટની નિમણુક થતા પી.જી.પટેલ કોલેજ તથા મોરબી શિક્ષણ જગતનું ગૌરવ વધ્યું છે.
ડો.રવીન્દ્ર ભટ્ટની નિમણુક થતા પી.જી.પટેલ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા, અધ્યાપકગણ અને મિત્રો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ …

