જાણો મોરબીના ક્યાં વિસ્તારમાં રાત્રીના ૧ વાગ્યે કરાય છે પાણી વિતરણ ?

મોરબી પંથકમાં છતાં પાણીએ નાગરિકો તરસ્યા જેવો ઘાટ સર્જાયો

 

મોરબી પંથકમાં આમ તો પાણીની સ્થિતિ સારી કહી સકાય તેવી છે. શહેરી વિસ્તારમાં પીવાના પાણીના ખાસ પ્રશ્ન જોવા મળતા નથી જોકે તંત્રના પાપે નાગરિકોને છતાં પાણીએ તરસ્યા રહેવાનો અને રાત ઉજાગરા કરવાનો વારો આવતો હોય છે કારણકે સો ઓરડીમાં મોડી રાત્રીના પાણી વિતરણ કરવામાં આવે છે.

મોરબીના સામાકાંઠે આવેલા સો-ઓરડી વિસ્તારમાં, પરશુરામનગર સહિતના વિસ્તારોમાં રાત્રીના ૧-૨ વાગ્યે પાણી વિતરણ કરવામાં આવે છે. સામાકાંઠે વોર્ડ નં ૦૪ માં મોડી રાત્રીના કરાતા પાણી વિતરણથી મહિલાઓ ખુબ પરેશાન થાય છે પાણી વિતરણ માટે કોઈ નિશ્ચિત સમય કે ટાઈમ ટેબલ નથી રાત્રીના સમયે આધેધડ રીતે પાણી વિતરણ કરાય છે જેથી મહિલાઓ પાણી ભરી સકતી નથી અને પાણીનો પણ વેડફાટ થતો હોય છે

આ વિસ્તારમાં મોટાભાગે શ્રમિક પરિવારો વસવાટ કારે છે જે દિવસે મજુરી કરે છે તો પાણી માટે રાત્રીના ઉજાગરા કરવાનો વારો આવે છે જેથી પાણી વિતરણ રાત્રીના ૯ થી ૧૦ વાગ્યે કરવામાં આવે તો પ્રજાને રાહત મળી સકે તેમ હોવાથી આ વિસ્તારના સામાજિક કાર્યકર જયેશભાઈ મકવાણા અને હરીશભાઈ રાતડીયાએ જીલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન ઉઠાવ્યો છે અને અસરકારક રજૂઆત કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat