


રફાળેશ્વર નજીક તા.૨૯ ના રોજ અકસ્માત સર્જાયા બાદ ટ્રાન્સપોર્ટ સંચાલક અને ટ્રક ચાલક સહીત ત્રણના અપહરણ કરી ૧૦ શખ્શો લઇ ગયા હોવાની ફરિયાદગઈકાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી જે અનુસંધાને પોલીસે તમામ આરોપીઓને જાંબુડિયા નજીકથી ઝડપી પાડ્યા હતા.
ફરિયાદી હરલાલ ચિત્રમાલ ચૌધરી રહે. મૂળ રાજસ્થાન અને હાલ મોરબીવાળા ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તા.૨૯ ના રાત્રીના તેના ટ્રાન્સપોર્ટ ટ્રક નં આરજે ૫૨ જીબી ૯૩૯ ની પાછળ આરોપી સલીમ મહેબુબભાઈનું મોટરસાયકલ પડી જતા આરોપીએ મારામારી કરી હતી તેમજ નુકશાનીના પૈસા આપવા જણાવતા ફરિયાદી હરલાલ ચૌધરી તેમજ સાહેદ રાજેશ અને મુકેશ જાટ રફાળેશ્વર fatak પાસે ગયા હોય ત્યાં આરોપી સલીમ મહેબુબ, તોફીક, ઈરફાન, દાઉદ, મકબુલ, અફઝલ, અનીલ, શાહરૂખ, પારસ અને ગેલાભાઈ નામના માણસો એમ ૧૦ ઇસમોએ બોલાચાલી કરી ત્રણેયને રીક્ષા નં જીજે ૩૬ યુ ૧૯૯૪ માં બળજબરીપૂર્વક બેસાડી અપહરણ કરી ગયા
તેમજ મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગઈકાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાય હતી જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવતા તમામ ૧૦ આરોપીને મોરબી તાલુકાના જાંબુડિયા ગામ નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

