ભારત-બાંગ્લાદેશ મેચ પર સટ્ટો રમતા ક્યાંથી ઝડપાયા

મોરબી એલસીબીએ વજેપરમાં રહેણાંક મકાનમાં ભારત – બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટમેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને રૂ.૨૩,૦૦૦ થી વધુના મુદામાલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા જપપાલર્સિહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસની સુચનાથી એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા તથા યોગીરાજર્સિહ જાડેજાને મોરબીના વજેપર શેરી નં-૧૨ માં રહેણાંક મકાનમાં ટીવીમાં સ્પોર્ટસ ચેનલમાં જીવંત પ્રસારણ ઉપર ભારત બાંગ્લાદેશ ટીમ વચ્ચે રમાતી ક્રીકેટ મેચ ઉપર પૈસાની હારજીતનો સટ્ટો રમતા-રમાડતા હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડ્યા ત્યાંથી આરોપી ગુલામ હુસૈન ઉફેં રાજુભાઇ ઇસ્માઇલભાઇ સુમરા રહે- વજેપર શેરી નં-૧ર અને જસ ઉફેં સાગર પ્રવિણચંદ્ર રાણપુરા રહે-ધંધુકા જી.અમદાવાદ વાળાને રોકડા રકમ રૂ. ૭૫૦, મોબાઇલ ફોન નંગ-૬ કિમત રૂ.૧૨,૦૦૦, તોશીબા કંપની કલર ટીવી તથા સેટ ટોપ બોક્સ કીમત રૂ.૧૧,૦૦૦ મળીને કૂલ મુદામાલ રૂ.ર૩,૭૫૦ સાથે બંન્ને આરોપીઓને એલસીબી મોરબીએ ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ બન્ને આરોપીઓ સુમન ચાનીયા રહે. મોરબી વાળા પાસે કપાત કરાવતા હોવાની એલસીબીને કબૂલાત આપતા ત્રણેય ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોસ્ટે ખાતે ગુન્હો નોંધાવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat