Billboard ad 1150*250 Billboard ad 1150*250

અપહરણના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ક્યાંથી ઝડપાયો ?

ટંકારા પોલીસ મથકના અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચના અને એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ મથકના અપહરણના ગુનામાં નાસ્તો ફરતો આરોપી બાબુ મેરૂભાઈ કોળી (ઉ.૨૧) રહે- પંચાસીયા વાળાઓ હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતો હોવાની ખાનગી બાતમી મળતા એલ.સી.બી. ટીમે દરોડો પાડીને આરોપી બાબુ મેરૂભાઈ કોળીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat