


મોરબીના નવલખી ફાટક પાસે આજે રાત્રીના સમયે આહીર યુવાનનું બાઈક ડિવાઇડર સાથે અથડાતા તેને સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું
બનાવની મળતી વિગત મુજબ મોરબીના નવલખી ફાટક પાસે રાત્રીના લગભગ ૮:૩૦ વાગે જી.જે.૩ એફ. ક્યુ ૪૬૦૪ નમ્બર નું બાઈક ડિવાઇડર સાથે અથડાતા યુવાન ગભીર રીતે ઘવાયો હતો તુરતજ ૧૦૮ ને જાણ કરી હતી પણ તેને સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ યુવાન ના મૃતદેહ ને પી.એમ. માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
તો સુત્રોમાંથી મળતી વિગત મુજબ મૂર્તક યુવાન માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામનો વિક્રમ આહીર હોવાનું જાણવા મળ્યુ છે આમ અકસ્માત યુવાનનું મોત આશાસ્પદ યુવાનનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે

