આર.આર.સેલ રૂપિયા ૩૩ લાખથી વધુનો દારૂનો જથ્થો ક્યાંથી જપ્ત કર્યો જાણો અહી

માળિયા પાસેથી આર.આર.સેલ ટીમે બાતમીના આધારે દારૂનો જથ્થો, ટ્રક અને મોબાઈલ સહિત રૂપિયા ૪૩ લાખથી વધુના દારૂના જથ્થા સાથે બે શખ્સો ને જ્ડ્પ્યા

રાજકોટ રેન્જ આઈ.જી. ડી.એન.પટેલ માર્ગદર્શન હેઠળ રેન્જમાં દારૂની બદી નાબુદ કરવા માટે આર.આર.સેલ ટીમ કાર્યવહી કરતી હોય છે જેમાં આર.આર.સેલ ના પી.એસ.આઈ. કૃણાલ પટેલ ને બાતમી મળી હતી કે હરિયાણા થી દારુ ભરીને એક ટ્રક માળિયા નજીકથી પસાર થવનો છે જેથી આર.આર.સેલ ટીમના લોકો માળિયા અમદાવાદ હાઈવે પર અણિયારી ટોલનાકા પાસે વોચમાં હતા ત્યારે રાત્રીના સમયે HR ૬૬ A ૧૬૦૩ નંબરનું શકાસ્પદ ટ્રક નીકળતા તેને રોકી ચેક કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની ૧૧૦૮૮ દારૂની બોટલ કીમત રૂપિયા ૩૩,૨૬,૪૦૦ તેમજ ટ્રક કીમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦ લાખ અને મોબાઈલ નગ ૩ કીમત રૂપિયા ૧૫૦૦ આમ કુલ મળી રૂપિયા ૪૩,૨૭,૯૦૦ મુદામાલ સાથે સત્યવીર હરચદ ગુર્જર અને અશોકકુમાર ગણેશકુમાર ભાદુ સહિતના બે શકશોને જડપી લીધા હતા અન્ય બે આર્રોપી જગતસિંહ શ્યામલાલ અને જીતેન્દ્ર હવલાદાર સહિતના બે નામ ખુલતા તેને ઝડપવ ની કાર્યવાહી આ અગે આર.આર.સેલ માળિયા પોલીસ મથકમાં ગુનો નોધાવ્યો છે છે

આર.આર.સેલની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો હરિયાણા થી કચ્છ તરફ જતો હતો પણ કચ્છ માં ક્યાં દારૂનો જથ્થો જતો અને કેટલાય સમયથી આ દારૂની હેરાફેરી થતી જેની વધુ તપાસ આર.આર.સેલ ચલાવી રહી છે

Comments
Loading...
WhatsApp chat