


ટંકારામાં આજે નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી જે જૂથ અથડામણમાં બંને તરફેના કુલ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા તો બનાવને પગલે પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા.
ટંકારાના છાપરી નજીક ચાની કેબીને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાંકડા અહી મુકવા જયારે અન્ય જુથે આ તરફ મુકવા જેવી બાબતે બોલાચાલી થઇ હતી જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી બનાવ જૂથ અથડામણમાં પરિણમ્યો હતો અને બંને તરફે ટોળા એકત્ર થઇ જતા જૂથ અથડામણ સર્જાઈ હતી જેમાં સામસામી બઘડાટી બોલી જતા બંને જૂથના મળીને કુલ ચાર લોકોને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
જૂથ અથડામણની ઘટનાને પગલે પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા. જીલ્લા એસપી જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી બન્નો જોષી ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમ તૈનાત કરી દેવી હતી તો શંકાસ્પદ ઈસમોની અટકાયત કરવાની તજવીજ પોલીસે આદરી છે અને પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

