ક્યાં અજાણ્યા શખ્શે ગાયને કુહાડીના ઘા ઝીંક્યાની ફરિયાદ ?

વાંકાનેર તાલુકાના એક ગામમાં ગાયને અજાણ્યો શખ્શ કુહાડીના ઘા ઝીંકી ગાયને ઈજા પહોંચાડી હોવાની ઘટનાથી ગૌપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

વાંકાનેરના જોધપર ગામના વતની ગુલામ હુશેન શેરશીયાએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે જોધપર ગામે અજાણ્યા ઇસમેં ગાયને કુહાડીનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી નાસી ગયો છે જે બનાવ સંદર્ભે તાલુકા પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઈ જી.આર. ગઢવી ચલાવી રહ્યા છે અને આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે

Comments
Loading...
WhatsApp chat