ટાયર ફાટતા ક્યાં થયા ૩ ના મોત



મોરબી-માળિયા હાઈવે પર ગાંધીધામથી પરત ફરતા પરિવારને અક્સમાત નડ્યો હતો જેમાં ૧૧ જેટલા વ્યક્તિઓને ઈજાઓ થઇ હતી જ્યારે ૩ ના મૃત્યુ થયા હતા.
મળતી વિગત મુજબ મોરબી-માળિયા હાઈવે પર આજે સવારના બોલેરો પીકઅપ ગાડીનું ટાયર ફાટતા તે પલટી ખાઈ ગઈ હતી અને તેમાં સવાર લોકોને ઈજાઓ થઇ હતી જ્યારે ૩ ના મૃત્યુ થયા હતા.બોલેરો ગાડીમાં સવાર પરિવાર ગાંધીધામ મામેરું લઈને ગયો હતો અને આજે પરત ફરી રહ્યો હતો દરમિયાન ધટના બની હતી.જેમાં નાઝીર અલ્લારખા (ઉ.૨૦), જુબેદા જુમાભાઈ (ઉ.૨૫), કુલ્સુમ્બેન ઈસ્માઈલ (ઉ.૨૫), સાયમા અલ્લારખા (ઉ.૭), સાનિયા અલ્લારખા (ઉ.૧૦), સાહિલ, હિતેશ લકુમ (ડ્રાઈવર), ઇમરાન ઈસ્માઈલ (ઉ.૧૮), અયુબભાઈ ઈસ્માઈલ (ઉ.૫૦), શેરબાનું અયુબભાઇને ઈજાઓ થઇ હતી જ્યારે સબાનાબેન ઇસ્મૈલભાઈ સામતાણી (ઉ.૨૧), સલીમભાઈ અને બચુબેન ઈસ્માઈલભાઈ (ઉ.૮૦) નું મૃત્યુ નીપજ્યું હતું.બનવાની જાણ પોલીસને થતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

