Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને પોલીસે ક્યાંથી ઝડપ્યો ? જાણો….

 

મોરબીમાં બાઈક ચોરીનો સિલસિલો યથાવત હોય અને બાઈક ચોરીના બનાવો વધતા હોય ત્યારે એ ડીવીઝન પોલીસે બાઈક ચોરોને ઝડપી લેવા કવાયત આદરી હતી જેમાં શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ નજીક રાખેલું મોટરસાયકલ નં જીજે ૦૩ સીએચ ૪૭૩૮ વાળું કીમત ૧૫૦૦૦ કોઈ ચોરી થયું હોય જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી

બાઈક ચોરીની તપાસ ચલાવતા એ ડીવીઝન પી.આઈ. આર જે ચૌધરી અને પીએસઆઈ એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળની ટીમે બાતમીને આધારે બાઈક ચોરી કરનાર ઇસમ શૈલેશ પ્રેમજી ચૌહાણ રહે. સોખડાગામ જી. રાજકોટવાળાને ઉમીયા સર્કલ નજીકથી ઝડપી લઈને બાઈક રીકવર કરવામાં આવ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat