


માળિયા તાલુકાના માંણબા ગામ નજીક બે મોટર સાઈકલ વચ્ચે અકસ્માત થતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.બનવા અંગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ મોરબીના ફ્લોર હોમ્સમાં રહેતા ચંદુભાઈ વશરામભાઈ જોટાણીયા(પટેલ) (ઉ.૫૯) પોતાનું મોટર સાઈકલ જીજે ૦૩ ૭૨૧૧ લઇને તા.૨૬/૩ ના રોજ જતા હતા દરમિયાન માળિયા તાલુકાના માંણબા ગામના પાટીયા પાસેથી પસાર થતા હોય ત્યારે પુરપાટ ઝડપે આવતા મોટર સાઈકલ જીજે ૧૨ ડીજે ૩૦૧૩ના ચાલકે ચંદુભાઈના મોટર સાઈકલ સાથે અક્સમાત સર્જાયો હતો અને ચંદુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પુત્ર જીતેન્દ્રએ મોટર સાઈકલ વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

