મોરબી જીલ્લાના ચાર મામલતદારની ક્યાં થઇ બદલી ? જાણો અહી…

        રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ૧૧૬ મામલતદારની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લાના ચાર મામલતદારની પણ બદલી કરવામાં આવી છે.

        રાજ્યના નાયબ સચિવ દ્વારા રાજ્યભરમાં ફરજ બજાવતા ૧૧૬ મામલતદારની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લાના ચાર મામલતદારની પણ બદલી કરાઈ છે. જેમાં ટંકારામાં ફરજ બજાવતા મામલતદાર બી.કે.પંડ્યાની જામનગર જીલ્લાના જામજોધપુર ખાતે બદલી કરાઈ છે. માળિયાના મામલતદાર એમ.એમ. સોલંકીની એકઝીકયુંટીવ મેજી. મેટ્રોપોલીટન કોર્ટ અમદાવાદ ખાતે બદલી, વાંકાનેરના મામલતદાર સી.કે.પટેલની મોરબી જીલ્લા કલેકટર કચેરી (ચુંટણી) માં બદલી જયારે હળવદના મામલતદાર પી.એમ. મકવાણાની રાજકોટ કલેકટર કચેરી ચિટનીશ ખાતે બદલી કરવામાં આવી છે.

        મોરબી જીલ્લાના બદલી પામેલા મામલતદારની ખાલી જગ્યામાં હળવદ મામલતદાર તરીકે વી.કે.સોલંકી અને માળિયા (મી.) મામલતદાર તરીકે સી.બી. નીનામાંની નિમણુક કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat