


મોરબીના સાંમકાઠ વિસ્તારમાં મજૂરી કરી રહેલા પરિવારની પાંચ વર્ષની દીકરી લાપતા બનતા પરિવાર તેમજ પોલીસે તેની શોધખોળ શરૂ કરી.
બનાવની મળતી વિગત મુજબ મોરબીના સાંમકાઠા વિસ્તારમાં સવારના સમયે ૧૦ વાગે શ્રીમદ રાજ સોસાયટીમાં પ્રકાશભાઇ અને તેની પત્ની મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે તેની દીકરી દિવ્યા (ઉ.વ.૫) ત્યાં રમી રહી હતી અચાનક તે પાંચ વર્ષની બાળકી ત્યાંથી લાપતા બનતા પરિવાર બે બાકળો બન્યો હતો અને તેની શોધખોળ શરૂ કરી હતી પણ તેની બે કલાક ની શોધખોળ બાદ પણ કાંઈ ભાળ ન મળતા પોલીસ તે અંગે પરિવાર બી ડિવિઝન પોલીસ ને જાણ કરી છે
અચાનક બાળકી લાપતા પરિવાર ચિંતાતુર બન્યું હતું પોલીસ સહિતના પરિવાર તેની શોધખોળ શરૂ કરી છે તેની કાઈ ભાળ મળે તો મોરબી બી ડિવિઝન પોલીસ 02822 242651 અથવા ૯૭૧૪૮ ૩૪૩૪૭ નમ્બર પર સમ્પર્ક કરવા જણાવ્યું છે.

