


મોરબીના રોટરીનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતાપ્રેમીઓને પોલીસે રૂ.૧૫,૮૦૦ની ઝડપી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની મળતી વિગત મુજબ મોરબીના રોટરીનગરમાં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસ ની ટીમે ત્યાં દરોડા પાડતા ધનજીભાઈ ધીરજલાલ પારેખ, શાકિરભાઈ રમજાનભાઈ બ્લોચ, અતુલભાઈ શાંતિલાલ દવે , કમલેશ મણીલાલ ચૌહાણ અને ગોપાલભાઈ નરોતમભાઈ સીતાપરા સહિતના પાંચ પતા પ્રેમીઓને રૂ.૧૫૮૦૦ની રોકડ સાથે જડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

