સગીરા સાથે દુષકર્મ કરનાર આરોપી ક્યાંથી ઝડપાયો

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ સિરામિક એકમમાં સગીરાની એકલતાનો લાભ લઇ તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણીને દુષ્કર્મ આચાયું હોવાની ફરિયાદ આધારે પોલીસે આરોપી ને ઝડપી લીધો છે

બનાવની મળતી વિગત મુજબ મૂળ એમ.પી. અને હાલ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક સિરામિક એકમમાં રહીને મજુરી કામ કરતા પરિવારની ૮ વર્ષની સગીર વયની દીકરી તા.૯ ના રોજ બપોરના સમયે કુદરતી હાજતે થી પાછી આવી હોય દરમિયાન આરોપી ધર્મેન્દ્ર લોટું યાદવ રહે- બેલોના સિરામિક અને મૂળ-યુ.પી. વાળાએ એકલતાનો લાભ લઇ લલચાવી, ફોસલાવી સગીરાનો હાથ પકડીને પોતાની ઓરડીમાં લઇ જઈને તેણીનું મરજી વિરુદ્ધ શરીર સંબધ બાંધી તેણી સાથે દુષ્કર્મ આચર્યાનું ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. જી.આર. ગઢવીએ ગુન્હો નોંધી આરોપી ની શોધખોળ શરૂ કરી છે જેમાં આરોપી ટંકારા ના લજાઈ નજીક હોવાની બાતમીના આધારે ત્યાંથી ઝડપી લીધો હતો

Comments
Loading...
WhatsApp chat