મોરબી જીલ્લા ક્રિકેટ એસો.ના ચીફ કોચ ક્યાં સફળતા મેળવી ?



મોરબીએ ઔદ્ધોગિક ક્ષેત્રે વિશ્વભરમાં નામના મેળવી છે.તો સાથે સાથે મોરબીના યુવાનો પણ દિન-પ્રતિદિન જુદા-જુદા ક્ષેત્રમા પોતાની આગવી ઓળખ ઉભી કરીને મોરબીની નામ રોશન કરી રહ્યા છે ત્યારે મોરબીના જ રહેવાસી નીશંત જાનીએ દુબઈમાં ક્રિકેટ કોચ લેવલ-૨ના ૫ દિવસના કોષ પાસ થયેલ છે.
નીશંતભાઈ જાની હાલમાં બોપાલ એક્સલ સપોર્ટ એકેડમી અને મોરબી જીલ્લા ક્રિકેટ એસો.માં ચીફ કોચ તરીકે ફરજ બજાવે છે.તેમજ ઉમેશભાઈ પટવલ નીશંતભાઈના મેન્ટર છે.એક ઈન્ટરવ્યું દરમિયાન નીશંતભાઈએ જણાવ્યું હતું કે મેં જે મેળવ્યું છે તેમ હકદાર ઉમેશ સર છે જ્યારે હું સંઘષ કરતો ત્યારે ઉમેશ સરે જ મને ખુબ સપોર્ટ કર્યો છે.અને આજે હું તેમના પ્રોફેશનલ અને મેન્ટલ સપોર્ટના કારણેજ બધું મેળવી શક્યો છુ અને આગળ પણ મેળવતો રહીશ..તેમજ આ બધા પાછળ મારા મમ્મી-પાપાનો ખુબ સપોર્ટ છે અને તેમના આશીર્વાદ વિના કાઈ શક્ય જ ન હોત માટે હું તેમનો ખુબ ખૂબ આભાર માનું છુ. સાથે સાથે હું મારા ખાસ મિત્રો અને સહકર્મીઓનો પણ ખુબ ખુબ આભાર માનું છુ “

