


વાંકાનેર નજીકથી પોલીસે દારૂની હેરાફેરી કરતા શખ્સને રૂપિયા ૩.૬૫ લાખ ના મુદામાંલ સાથે જડપી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકના પી.આઈ. બી.ટી.વાઢીયા, પી.એસ.આઈ. આર.પી.જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા ,અરવિંદભાઈ જાપડીયા, હરેશભાઈ આગલા, વિરેન્દ્રસિંહ ઝાલા ,રણધીરસિંહ ઝાલા સહિતનો સ્ટાફ રાત્રીના સમયે પેટ્રોલીગ માં હતો ત્યારે ખાનગી રહે હક્કિત મળેલી હતી કે રતીદેવડી – જડ્શ્વર રોડ પરથી એક ટાટા વેન્ચર કારમાં દારૂ ભરી ને નીકળવાની છે
જેના લીધે બધા વોચમાં હતા ત્યારે લગભગ સવા દસ વાગ્યાના સુમારે જી.જે.૨૦.એ. ૮૫૮૭ નંબરની વેન્ચર વાહન નીકળતા તેને રોકી તલાશી લેતા તેમાં સીટ ના નીચે ભાગે છુપાવેલી ૨૧૬ દારૂની બોટલ કીમત રૂપિયા ૬૪.૫૦૦ અને વાહનની કીમત રૂપિયા ૩ લાખ આમ કુલ ૩.૬૪ લાખથી વધુના મુદામાલ સાથે વાહન ચલાવનાર બાબુભાઈ ભારતભાઈ પરમાર રહે દાહોદ વાળાને જડપી લેવામાં આવ્યો હતો
અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જતો અને કેટલા સમયથી આ દારૂની હેરાફેરી કરવામાં આવતી અને બીજું કોણ કોણ સડોવાયેલું છે તેની તપાસ પોલીસ ચલાવી રહી છે

