


મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ત્રાજપર ચોકડી નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસીંહ રાઠોર અને ના પો અધિ બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવી પોસ્ટે નાં પો ઇન્સ આર કે ઝાલાની સુચના હેઠળ તા.૧૩ ના રાત્રીના રૂષભનગર સોસાયટીમાંથી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર નં. જી.જે.૦૩ જે.એસ. ૦૪૦૩ વાળુ એક ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય અને જે ઇસમ સી.સી.ટી.વી કેમેરામા આવી જતા તેની શોધખોળ શરુ કરતા તે મો.સા. લઇને ત્રાજપર ચોકડી તરફ આવતો હોવાની ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવી મો.સા. લઈને નીકળેલ ઇસમ રોકી તેની પુછપરછ કરતા પોતે પોતાનુ નામ ધરમભાઇ જસવંતભાઇ રાજગોર જાતે બ્રાહ્મણ (ઉ.૨૨) રહે. રતનપર રામેશ્વર ટાઉનશીપ ની પાછળ જી. સુરેન્દ્રનગર વાળો હોવાનું અને મો.સા. બાબતે પુછપરછ કરતા સદરહુ મો.સા. તા. ૧૩ ના રોજ મોરબી રૂષભનગર સોસાયટી ખાતેથી ચોરી કરેલનુ જણાવતા તેને ઝડપી મો.સા. કિ.રૂ. ૪૦,૦૦૦ જપ્ત કરવામાં આવ્યું હતું અને છ માસ પહેલા રાજકોટમાં પણ ચોરીના ગુનામાં ઝડપાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.
મોરબી બી ડીવીઝન પોલીસની આ સફળ કામગીરીમાં પોલીસ મથકના પી.એમ.પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, જે કે ઝાલા, વનરાજભાઇ મુળુભાઇ , અંબાપ્રતાપસીંહ પ્રવિણસીંહ જાડેજા, રાજેશભાઇ એન ડાંગર, યશવંતસીંહ પી ઝાલા, અર્જુનસિંહ ઝાલા, વનરાજભાઇ ચાવડા

