


વાક્નેર શહેરી વિસ્તારમાંથી બે અલગ અલગ જગ્યાએથી પોલીસની ઓળખ આપી બે શાકભાજીના વેપારીને નિશાન બનાવી રૂપિયા ૩૮ હજારથી વધુની લુટને અંજામ આપવામ આવ્યો હોવાનાં ગઈકાલે બે ગુના નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
બનાવની મળતી વિગત મુજબ વાંકાનેરમાં ગત તારીખ ૯ ના રાત્રીના સમયે હળવદના ખેતરડી ગામેથી પ્રવીણભાઈ જેશાભાઈ દેક્વાડીયા બોલેર કાર નમ્બર જી.જે.૩ એ.ટી ૧૩૭૪ લીંબુ ભરીને રાજકોટ ખાલી કરવા જતા હતા ત્યારે વાકેનરના શહેરમાં આવેલી એક્સીસ બેક નજીક રાત્રીના લગભગ પોણા અગિયારે પોહ્ચ્યા ત્યારે એક નમ્બર વગરનું મોટર પાછળ થી આવી ને પ્રવીણભાઈનું બોલેરો કાર ઉભી રખાવી અને પોલીસની ઓળખ આપી ચેક કરવું છે તેમ કહી તેને નીચે ઉતારી ગાડી ચેક કરવા લાગ્યો અને તેમાં રેહલા રૂપિયા તેમજ પ્રવીણભાઈ પાસે રેહલા રૂપિયા ૨૦,૬૦૦ સહિત અને અસલ આર.સી.બુક નથી એટલે પોલીસ સ્ટેશન ગાડી લેવી પડશે તેમ કહી મને બીવાદાવેલ હતું અને ત્યાંથી રૂપિયા લઇ ને નાસી ગયો હતો.પોલીસ ની ઓળખ આપનાર શખ્સ પોલીસ મથક બાજુ ન જતા બીજી બાજુ બાઈક લેતા મને તેના પર શકા ગઈ હોવાથી પેહલા મારા લીબું ન બગડે તે માટે હુ રાજકોટ ગયો હતો પછી ફરિયાદ નોન્ધાવ્યનું ફરિયાદીએ જણાવ્યું હતું.તો બીજા ગુનામાં ચોટીલાના કાળાસર ગામમાં રેહતો અને બકાલું વેચાણ કરવા માટે ગણેશ દેવાભાઈ ધોરલીયા ગત રાત્રીના દોઢ વાગના આસપાસ વઘાસીયા ટોલનાકા પાસે તેની છોટા હાથી જી.જે.13 એ ડબ્લ્યુ ૨૨૮૪ નમ્બર લઈને મોરબી બકાલું વેચવા જતો હતો ત્યારે તેને નમ્બર વગરના બાઈક ચાલકે રોકી અને પોલીસની ઓળખ આપી બીવડાવી રૂપિયા ૧૮,0૦૦ રકમ લઇ અને ટોલનાકા પાસે આવું તેવું કહી ત્યાંથી નીકળો અને છોટા હાથી ચાલક ત્યાં ગયો પણ પોલીસ ઓળખ આપી ચેક કરનાર શખ્સ બાઈક લઇ ને બીજી તરફ નીકળી ગયો હોવાથી ગણેશભાઈ વાંકાનેર પોલીસ મથકે લુંટની ફરિયાદ નોધાવી હતી.આમ વાંકાનેર સીટી વિસ્તારમાં એક જ રાત્રીમાં બે લૂટમાં રૂપિયા ૩૮ હજારથી વધુ નો ગુનો નોધાતા પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસની ઓળખ આપી લુટ કરનારે જડ્પવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેની વધુ તપાસ પી.આઈ.બી.ટી.વાઢીયા ચલાવી રહ્યા હતા.
એ દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીના આધારે આ ગુન્હાઓ વિક્રમભાઇ ભુપતભાઇ પરમાર ઉવ ૨૩ રે.ભાટીપા સોસાયટી, વાંકાનેર મુળ રે.નવલગઢ તા ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર વાળાએ આચરેલ હોવાની અને આરોપી પોતાના ઘરે આવતો હોવાની બાતમીના આધારે પીઆઇ બી.ટી.વાઢીયા સહિતના સ્ટાફે ભાટીયા સોસાયટી સ્મશાન સામે રેલવેના નાલા નીચે વોચ ગોઠવતા આરોપી ચોરી છુપીપી પસાર થતો હોય દરમિયાન તેને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી હતી.
વાંકાનેર પોલીસની આ સફળ કામગીરી વાંકાનેર સીટી પો સ્ટેના પી.આઈ. બી ટી વાઢીયા,પી.એસ.આઈ. એમ.જે.ઘાધલ, આર.પી.જાડેજા , હેડ કોન્સ્ટેબલ આર.એચ. જાડેજા, એમ.એમ. દેગામડીયા, વી.એન. સારદીયા તથા પોલીસ કોન્સ્ટેબલ અરર્વીદભાઇ માવજીભાઇ, હરેશભાઇ ઇન્દુલાલભાઇ, વિરેન્દ્રસિંહ ઝાલા, અરવીંદભાઈ ઓળકીયાએ કરી હતી.

