ક્યાં થયો કાર અને બાઈક વચ્ચે અકસ્માત?

મોરબીના ખાખરેચી ગામના વળાંક પાસે ત્રણ સવારી મોટર સાઈકલને કારના ચાલકે હડફેટે લઈને ગંભીર ઈજાઓ પહોચતા ૧ ને રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો.જે મામલે મોરબી તાલુકા પોલીસે બાઈક સવારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના ખાખરેચી ગામના વળાંક નજીક જી જે ૩ એચડી ૨૮૧૩ પર અમિત છનાભાઈ પાટડીયા સહિતના ૨ શખ્સો જઈ રહ્યા હતા દરમિયાન રોડ ક્રોસ કરતા સમયે પુરપાટ ઝડપે આવતી કાર જીજે ૧૨ સીડી ૮૭૮૫ ના ચાલકે ત્રણ સવારી મોટર સાઈકલને હડફેટે લઈને ગંભીર ઈજાઓ પહોચાડી હતી તો મોટર સાઈકલ સવાર ત્રણને ઈજાઓ થતા ૧ ને રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો તો અન્યબે ને મોરબી સારવાર આપવામાં આવી રહી છે.બનાવ અંગે બાઈક ચાલક અમિતએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat