Billboard ad 1150*250 Billboard ad 1150*250

તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે અડપલા કરનાર ભુવા ક્યાંથી ઝડપાયો ? જાણો અહી….

 

ગ્રામીણ વિસ્તારની વિધવા મહિલાને અંધશ્રદ્ધામાં ફસાવી તેના પર નજર બગાડવામાં આવી હતી અને ભુવાએ મહિલા પાસે બીભત્સ માંગણી કરી તેની સાથે અડપલા કર્યાની ફરિયાદ બાદ પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને ચુંપણી ગામના ભુવાની તેના ઘરેથી  અટકાયત કરવામાં આવી હતી

હળવદના ચુંપણી ગામે ગત તા. ૨૪ ના રોજ એક વિધવા મહિલાને ભુવા જગાભાઇ ભરવાડ નામના શખ્શે તેના ઘરમાં મેલું હોય જે અંગે તાંત્રિક વિધિ કરવાના બહાને ગામથી દુર જંગલમાં લઇ ગયો હતો અને એકલતાનો લાભ લઇ મહિલા પર નજર બગાડી હતી મહિલાનો હાથ પકડીને બીભત્સ માંગણી કરવામાં આવી હતી જોકે મહિલાએ પ્રતિકાર કરી ત્યાંથી મહિલા નાસી ગઈ હોય અને પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે તાંત્રિક વિધિના બહાને મહિલા પર નજર બગાડનાર ભુવા જગાભાઇ ભરવાડને ઝડપી લેવા હળવદ પોલીસે કવાયત આદરી હતી અને આજે તેના ઘરેથી જ આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

 

Comments
Loading...
WhatsApp chat