ક્યાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું થયું મોત ?

વાંકાનેર તાલુકાના ગામની સીમમાં કામ કરતી વેળાએ યુવાનને વીજશોક લાગતા તેણે સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પીપળીયા રાજ ગામના રહેવાસી જશુભા જોરૂભા ઝાલા (ઉ.વ.૩૫) વાળા ગામની સીમમાં હતા ત્યારે તેણે ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મોત થયું હતું જેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડી વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat