Billboard ad 1150*250 Billboard ad 1150*250

પંચાસર ગામે ફાયરીંગ-હત્યાના છ આરોપીઓ ક્યાંથી ઝડપાયા ? જાણો અહી….

 

મોરબીના પંચાસર ગામે સોમવારે બપોરના સુમારે થયેલા ફાયરીંગમાં એકનું મોત જયારે બેને ઈજા પહોંચી હતી ત્યારે આ બનાવ મામલે ફાયરીંગ કરી હત્યા નિપજાવવાના ગુન્હામાં છ આરોપીઓ સામે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં આજે તમામ આરોપીઓને લજાઈ નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે.

પંચાસર ગામે ચકચારી ફાયરીંગ અને હત્યાના બનાવમાં ઈજાગ્રસ્ત પરાક્રમસિંહએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી સહદેવસિંહ લાલુભા ઝાલા અને તેનો ભાઈ હિતેન્દ્રસિંહ લાલુભા ઝાલા તેમજ કાકો ભત્રીજો રાજ મહેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદ ગંભીરસિંહ ઝાલા ઉપરાંત ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા અને તેના ભાઈ વિક્રમસિંહ નાથુભા ઝાલા (સદસ્ય તા.પં.) એ છ આરોપીઓએ રેતી ઉપાડવા બાબતે બોલાચાલી થઇ હોય જેમાં રાજ ઝાલા નામના આરોપીને મરણ જનાર સહદેવસિંહ ઝાલા સાથે ફોનમાં ગાળાગાળી થઇ હતી જે બાબતે કૌટુંબિક ભાઈની છત ભરાતી હોય તે સ્થળે આવી રાજ ઝાલાએ મરણ જનાર સહદેવસિંહ ઝાલાને ગોળીઓ ધરબી દઈને હત્યા કરી હતી

જે ફાયરીંગ અને હત્યા મામલે તપાસ ચલાવતી એલસીબી અને તાલુકા પોલીસની ટીમે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને આજે લજાઈ નજીકથી પસાર થતી સ્વીફ્ટ કારમાં આરોપીઓ સવાર હોય જે તમામ છ આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને સ્વીફટ કાર કબજે લેવામાં આવી હતી અને તમામ આરોપીની પોલીસે વધુ પૂછપરછ ચલાવી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat