બાઈક પર દારૂ લઈને જતો યુવાન ક્યાંથી ઝડપાયો ? જાણો

માળિયા તાલુકાના નાના દહીસરા નજીકથી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એકને માળિયા પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી વિગત મુજબ માળિયા તાલુકાના નાના દહીસરા ગામે માળિયા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ત્યાંથી પસાર થતા મોટર સાઈકલ જીજે ૦૩ એફએમ ૯૮૧૫ વાળો શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી પુછપરછ કરત મોટર સાઈકલ ચાલક રહીમ સુમરા રહે-નાના દહીસરા વાળો હોવાનું જાણવા મળ્યું હતું અને તેની પાસેતી વિદેશી દારૂની બોટલ નંગ-૩ કીમત રૂ.૧૫૦૦, બીયર નંગ-૧૯ કીમત રૂ.૫૭૦૦ અને મોટર સાઈકલ કીમત રૂ.૨૫૦૦ એમ કુલ મળી રૂ.૩૨૨૦૦નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat