મોરબીમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો ક્યારે ઉકેલાશે ?

આરોગ્ય કર્મચારી મહાસંઘ મોરબી દ્વારા રજૂઆત કરાઈ

 

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે આરોગ્ય કર્મચારી મહાસંઘ મોરબી (સૂચિત) દ્વારા મોરબી જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે

આરોગ્ય કર્મચારી મહાસંઘ મોરબી (સૂચિત) દ્વારા રજૂઆત કરી જણાવ્યું છે કે આરોગ્ય કર્મચારીના પડતર પ્રશ્નો બબ્ત્ગે અનેક રજૂઆત છતાં એકપણ પડતર પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી વિવિધ પડતર પ્રશ્નો જેવા કે ફિલ્ડ લેવલે ફરજ બજાવતા તમામ આરોગ્ય કર્મચારીના પગાર છેલ્લા છ મહિનાથી અનિયમિત છે જેથી કર્મચારીઓ હોમલોન, કાર લોન, અન્ય લોન લીધેલ હોય તેના હપ્તા ભરી સકતા નથી જેથી પગાર દર માસની ૧ થી ૫ તારીખ સુદીમાં મળે તે જરૂરી છે ટૂંક સમયમાં mphw ની નવી ભરતી થવાની છે ત્યારે જુના mphw ભાઈઓએ જે બદલીની અરજી મુકેલ છે તેને માંગણી મુજબ પોતાના વતન નજીક બદલી કરી આપવા માંગ કરી છે

તે ઉપરાંત ફિલ્ડ લેવલે ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા ચાર વર્ષથી વધુ સમયના ટીએ બીલ મંજુર કરવામાં આવ્યા નથી જેથી કર્મચારીઓને ચાર્જ આપવામાં આવતો હોય તો આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને LTC બીલો મંજુર કરવામાં આવ્યા નથી સરકાર દ્વારા હડતાલ દરમીયાન આપવામાં આવેલ લાભ સર્વેલન્સ ભથ્થું હાલ ફિક્સ પગારના કર્મચારીઓને જીલ્લામાં મળતું નથી જયારે બીજા જીલ્લામાં મળે છે જેથી તે મામલે યોગ્ય પગલા ભરવા માંગ કરી છે આમ વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે અને યોગ્ય નિરાકરણ ના આવે તો આરોગ્ય મંત્રી, આરોગ્ય કમિશ્નર અને પંચાયત મંત્રી સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

Comments
Loading...
WhatsApp chat