હિંદુ યુવા સંગઠનના પ્રમુખ ક્યારે આવશે મોરબી ? જાણો….

હિંદુ યુવા સંગઠનના પ્રમુખ સોમવારે મોરબીની મુલકાત લેશે.તેમજ મોરબી હિંદુ યુવા સંગઠન દ્વારા અભિવાદન કરવામાં આવશે. હિંદુ યુવા સંગઠનના પ્રમુખના મોરબી પ્રવાસને લઈને સંસ્થાના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે

હિંદુ યુવા સંગઠન સંસ્થાના સ્થાપક પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા આગામી સોમવારે મોરબીની મુલાકાતે આવશે. તા. ૦૯ ને સોમવારના રોજ હિંદુ યુવા સંગઠનના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા મોરબી પધારશે અને બપોરે ૧ થી ૩ કલાકે સામાકાંઠે મહારાણા પ્રતાપ ચોક ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાશે જેમાં હિંદુ યુવા સંગઠન ઉપરાંત વિવિધ હિંદુ સંગઠનોના અગ્રણીઓ જોડાશે આ સમારોહમાં લોકોએ જોડાવવા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ મનોજભાઈ મકવાણા, ઉપપ્રમુખ રાજદીપભાઈ બારોટ અને અગ્રણી નીર્મીતભાઈ કક્કડની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat