માળિયા તાલુકાના ખેડૂતોને ગત વર્ષનો પાકવીમો ક્યારે મળશે ?
લાચાર ખેડૂતો પૂછી રહ્યા છે સરકારને સવાલ




મોરબી જીલ્લાના પછાત તાલુકામાં ગણના પામતા માળિયા તાલુકાના ખેડૂતોની હાલત દયનીય જોવા મળી રહી છે ચાલુ વર્ષે અપૂરતા વરસાદથી પાક નિષ્ફળ ગયા છે તો ગત વર્ષનો પાકવીમો પણ ખેડૂતોને મળ્યો નથી જેથી ખેડૂતોમાં રોષ અને લાચારી જોવા મળી રહી છે
માળિયા તાલુકાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી પ્રીમીયમ ભરતા હોવા છતાં હકનો પાકવીમો મળતો નથી અને ખાનગી વીમા કંપનીઓ ખેદુતોનેન પાકવીમો ના આપીને અન્યાય કરી રહી છે તો સરકાર મુક પ્રેક્ષક બનીને તમાશો જોયા કરે છે અને ખાનગી કંપનીની મનમાની સરકાર રોકી સકતી ના હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ગામડાની ખેતી ભાંગી રહી છે અને લોકો હિજરત કરી રહ્યા છે ત્યારે જો આવી જ સ્થિતિ રહેશે તો એક દિવસ ખેતી અને ગામડા ભાંગી પડશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે તો વીમા કંપની પાસે ખેડૂતો હક માંગે છે ભીખ નથી માંગતા તેમ જણાવીને આલિયા માલિયા દેશને લૂંટી ભાગી જાય છે અને ખેડૂતો થાકીને આત્મહત્યા કરે છે આવી સ્થિતિ કેમ તેમ પણ રોષ પૂર્ણ રીતે જણાવી રહ્યા છે
તો ગત વર્ષે અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાક બરબાદ થયા બાદ વીમા માટે સ્થાનિક મામલતદાર અને કલેકટરથી લઈને કૃષિ મંત્રી સુધી રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત છતાં વિમાનો પ્રશ્ન ઉકેલાયો નથી તો ચાલુ વર્ષે અપૂરતા વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મુક્યા છે માળિયા તાલુકાને સરકારે અછતગ્રસ્ત જાહેર કરી દીધો છે પરંતુ સરકારી સહાય ક્યારે મળે તેની રાહ જોવાની ધીરજ પણ ખેડૂતો ગુમાવી ચુક્યા છે અને ગત વર્ષનો પાકવીમો જલ્દી મળે તેવી માંગ ખેડૂત આગેવાન કરી રહ્યા છે



