દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સામાકાંઠા વિસ્તાર અંધારપટ

નવલા નોરતા પૂર્ણ થઇ ગયા છે અને હવે હિદુઓનો સૌથી મોટો તહેવાર એવું દિવાળીનું પર્વ નજીક છે ત્યારે સૌ કોઈ દિવાળીની તૈયારીમાં લાગી ગયા છે જોકે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોય જેથી અંધારપટની સ્થિતિ જોવા મળે છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સૂર્ય કીર્તિ સોસાયટીમાં છેલ્લા ત્રણ કે ચાર દિવસથી ચાલુ સ્ટ્રીટ લાઈટો અચાનક બંધ થઇ ગઈ છે જેને પગલે હાલ સમગ્ર વિસ્તારમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે તો તહેવારોની મોસમમાં લાઈટો બંધ રહેતા લત્તાવાસીઓમાં રોષ વ્યાપી ગયો છે અને આ મામલે તંત્ર તાકીદે સ્ટ્રીટ લાઈટો તાકીદે ચાલુ કરી દેવામાં આવે તેવી માંગ લત્તાવાસીઓ કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat