


મોરબી શહેર જળ હોનારત બાદ દેશ વિદેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે અને મોરબી ઘડિયાળ ઉપરાંત સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વમાં નામના મેળવી છે પરંતુ ઓદ્યોગિક નગરીને લાંબા અંતરની ટ્રેનોની સુવિધા મળતી નથી જેથી આ મામલે રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના જાગૃત નાગરિક દુષ્યંતકુમાર કારીઆએ કેન્દ્ર સરકારના રેલ્વે મંત્રીને રજૂઆત કરીને જણાવ્યું છે કે મોરબીમાં જળ હોનારત બાદ બ્રોડગેઇજ લાઈન હોવા છતાં મોરબીને સીધી ટ્રેનનો લાભ મળતો નથી અને માલગાડીઓ દોડે છે ત્યારે માલગાડીઓને બદલે પેસેન્જર ટ્રેનોનો સીધો મોરબી સાથે વ્યવહાર ચાલુ રાખવો તે જરૂરી છે.
મોરબી જીલ્લો બન્યો છે દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન, દિલ્હી અમદાવાદ વાયા વાંકાનેર મોરબી, રાજકોટ સુધી લંબાવવી જરૂરી છે. આજના ઝડપી યુગમાં સમય કીમતી છે જેથી વહેલી take લાંબા અંતરની ટ્રેનો લંબાવીને મોરબીવાસીઓને લાભ મળે સાથે જ રેલવેને પણ આવકમાં વધારો થશે. આ અંગે યોગ્ય પગલા ભરીને દિલ્હી રાજધાની, એક્સપ્રેસ ટ્રેનને તેમજ અન્ય લાંબા અંતરની ટ્રેનો મોરબી સુધી લંબાવવા યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

