જયારે અટલ બિહારી બાજપાઈજીએ મહર્ષિ દયાનંદ જન્મભૂમીની લીધી’તી મુલાકાત

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી બાજપાઈજીના નિધનથી સમગ્ર દેશ શોકમાં ગળાડૂબ છે ત્યારે બીજી તરફ અટલજીએ જે પ્રેમ અને સ્નેહ હજારો લોકો પર વરસાવ્યો હતો તે અમુલ્ય યાદોના સંભારણા કરીને તેમણે ચાહનારની આંખો રડી પડી છે આવી જ એક યાદગાર મુલાકાત તેમની ટંકારાની રહી હતી આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળની તેમણે લીધેલી મુલાકાત આજે પણ અગ્રણીઓને યાદ છે.

આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા ખાતે ભારતીય જનસંઘના અધ્યક્ષ અટલ બિહારી બાજપાઈજીએ મુલાકાત લીધી હાતી જેમનું ઉષ્માભેર સ્વાગત ટંકારા હાઈવે પર કરવામાં આવ્યું હતું જનસંઘના પ્રમુખ હસમુખભાઈ કંસારા (પત્રકાર ધ્રોલ), મહામંત્રી અમુભાઈ રાણપરાએ તેમનું સ્વાગત કર્યું હતું સમગ્ર ભારતમાં કટોકટીની પરિસ્થિતિમાં ગુજરાતમાં જનતા સરકારનું રાજ હતું તે સમયે બાજ્પેયીજી રાજકોટથી મોરબી ખાતે જાહેર સભાને સંબોધન કરવા જઈ રહ્યા હતાને ટંકારા જનસંઘના કાર્યકરોએ તેમનું સ્વગાત કરી ટંકારા ગામ મહર્ષિ દયાનંદજીની જન્મભૂમી હોવાની માહિતી આપી હતી

Comments
Loading...
WhatsApp chat