ખેડૂતો આનંદો ! મોરબી જીલ્લાના બે ખરીદી કેન્દ્રો પર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે

રવિ માર્કેટિંગ સીઝન ૨૦૧૮-૧૯ દરમિયાન તા. ૧૫-૦૩ થી ૩૧-૦૫ દરમિયાન રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉં ખરીદવાની કાર્યવાહી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી દ્વારા કરવામાં આવશે જેમાં મોરબી જીલ્લા ગોડાઉન કેન્દ્ર મોરબી અને હળવદ ખાતે સંબંધિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખરીદી કેન્દ્રો શરુ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરાયેલ યુનિફોર્મ સ્પેશીફીકેશન ફેર એવરેજ ક્વોલીટી મુજબ ગુણવત્તા ધરાવતા ઘઉંનો જથ્થો પ્રતિ કવી. રૂ. ૧૭૩૫ (રૂ.૩૪૭ પ્રતિ મણ) ના ટેકાના નિયત કરેલ ભાવે ખેડૂત પાસેથી ખેડૂતના ચાલુ વર્ષના ઉત્પાદિત ઘઉં ખરીદવામાં આવશે જેના પુરાવા રૂપે ચાલુ વર્ષના ૭/૧૨ (જેમાં ૨૯૧૭/૧૮ માં ઘઉંનું વાવેતર નોંધાયેલ હોય તેવી) નકલ તેમજ ૮ / અ ના ઉતારાની નકલ કને બેંક ખાતાની વિગતો સાથે લાવવાની રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા નિયત થયા મુજબ ઘઉંના કુલ વાવેતર વિસ્તારના પ્રતિ હેક્ટર દીઠ ૨૮૦૭ કિલોગ્રામ ઘઉંનો જથ્થો સ્વીકારવામાં આવશે. રવિ માર્કેટિંગ સીઝન ૨૦૧૮-૧૯ માટે સૌપ્રાથમ ખેડૂતોએ નિગમના ગોડાઉન તથા એપીએમસી ખાતે આવેલ ખરીદ કેન્દ્ર ખાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે મોરબી અને હળવદ ગોડાઉનના મેનેજરનો સંપર્ક કરવા જીલ્લા કલેકટર મોરબી દ્વારા જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat