

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી એપલ હોસ્પિટલમાં મોરબી ગાયનેક સોસાયટી અને પીડીયાટ્રીક એસો.દ્વારા મહિલાઓને પ્રસુતિ પહેલા શું શું કાળજી રાખવાની હોય છે અને પ્રસુતિ પછી શું શું કાળજી રાખવાની હોય છે તેની જાણકારી આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી બે રવિવારે જુદાજુદા સેશનમાં યોજાશે અને આ સેમીનાર વિનામૂલ્યે હોવાથી વધુમાં વધુ મહિલાઓ તેનો લાભ લે તે માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે
મોરબી ગાયનેક સોસાયટી અને પીડીયાટ્રીક એસો.દ્વારા માસુમ હોસ્પીટલની પાછળના ભાગમાં આવેલ એપલ હોસ્પિટલ ખાતે આગમી તા. ૧૨ અને ૧૯ એમ કુલ મળીને બે દિવસ જુદાજુદા સેશનમાં મહિલાઓને પ્રસુતિ પેહલા શું શું કાળજી રાખવાની હોય છે અને પ્રસુતિ પછી શું શું કાળજી રાખવાની હોય છે તેની જાણકારી આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારમાં ભાગ લેવાની કોઈ ફી રાખવામાં આવી નથી એટલે કે વિનામૂલ્યે મહિલાઓ આ સેમિનારનો લાભ લઇ શકશે
જો કે, સેમીનારમાં ભાગ લેવા માટે ઈચ્છતા સગર્ભા મહિલાઓ કે પછી મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે
આ સેમીનાર વિષે માહિતી આપતા માસુમ હોસ્પીટલના ડો.હીનાબેન મોરીએ જણાવ્યું હતું કે, એપલ હોસ્પીટલમાં યોજાનારા સેમિનારમાં તા.૧૨ના રોજ ગર્ભાવસ્થાની સારસંભાળ અને ગર્ભસંસ્કારની માહિતી આપવામાં આવશે તો તા ૧૯ના રોજ નોર્મલ ડીલીવરી અને સીઝેરીયન સેક્શન તેમજ પ્રસુતિ પછી સારસંભાળ અને સ્તનપાન વિષે મહિલાઓ તેમજ તેની સાથે આવેલા તેમના પરિવારજનોને માહિતી આપવામાં આવશે
આ સેમિનારમાં સગર્ભા મહિલા ઉપરાંત તેના પરિવારજનો આશાવર્કસ, ફીમેલ હેલ્થ વર્કસ, મેલ હેલ્થ વર્કસ અને જનરલ પ્રેકટીશનર ભાગ લઇ શકે છે અને જે લોકો ભાગ લેવા માટે ઈચ્છતા હોય તેમને ડો.દર્શની કડીવાર(મો.૯૭૧૨૦ ૮૬૧૩૭) , માસુમ હોસ્પિટલ-૦૨૮૨૨ ૨૨૩૨૪૨ કે રજાકભાઈ કડીવાર-૯૭૨૩૫ ૧૬૬૮૨ ઉપર ફોન કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરવી શકે છે