ગરમીના પ્રકોપથી બચવા શું કરવું ? ડીઝાસ્ટર વિભાગે આપ્યા સૂચનો

 

રાજય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૩, ૪ અને ૫ ના દિવસોમા હિટવેવ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તા.૫ સુધી તાપમાન ૪૫.૧ થી ૪૮.૫ ડીગ્રી સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જેને પગલે મોરબી કલેક્ટરે જિલ્લાના તમામ અધિકારીઓને પરિપત્ર દ્વારા જાણ કરી તકેદારીના પગલાં લેવાનો આદેશ કર્યો છે અને મોરબીવાસીઓને પણ ધ્યાનમાં અગત્યના સૂચનો આપવામાં આવ્યા છે જેથી ગરમીના પ્રકોપથી બચી સકાય

તા.૫ સુધીના હિટવેવને પગલે જીલ્લા કલેક્ટર આર.જે માંકડિયાએ તમામ અધિકારીઓને પરિપત્રથી સૂચનો કર્યા છે જેમાં નગરજનોએ દિવસભરમાં ૬ થી ૭ લીટર પાણી પીવું, વધું પડતા તડકામાં બપોરે ૧૧ થી ૪ દરમિયાન બહાર ન નિકળવુ. હીટવેવના કારણે કોઈ પણ જાનહાની ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુ. હીટવેવના કારણે કોઈપણ મૃત્યુ કે અકસ્માત નોંધાય તેવા સંજોગોમાં ડીઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે ૧૦૭૭ ઈમરજન્સી હોટલાઈન, ૨૪૩૩૦૦ લેન્ડલાઈન પર જાણ કરવાનું પણ જણાવ્યું હતું

 

Comments
Loading...
WhatsApp chat