ભૂકંપ-આગ જેવી સ્થિતિમાં શું કરવું, નાલંદા વિધાલયમાં મોકડ્રીલ, Video

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી નજીક વીરપર પાસે આવેલી નાલંદા વિધાલય ખાતે આજે જીલ્લા કલેકટરની સુચના પ્રમાણે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી ભૂકંપ વિષય પર મોક ડ્રીલ યોજવામાં આવી હતી

જેમાં એનડીઆરએફ ટીમ અને ૧૦૮ સહિતની ટીમો જોડાઈ હતી મોક ડ્રીલમાં ભૂકંપ જેવી આપદા સમયે કેવી રીતે સુરક્ષિત બહાર નીકળવું, નાસભાગ ના કરવી તેમજ આગ જેવી સ્થિતિમાં કેવી રીતે પોતાનો બચાવ કરવો તેનું માર્ગદર્શન આપવા માટે મોક ડ્રીલ યોજવામાં આવી હતી મોક ડ્રીલ દરમિયાન ભૂકંપ આવ્યો હોય તેમ એનડીઆરએફની ટીમે શાળામાં ફસાયેલા બાળકોને સલામત બહાર કાઢીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત તેને હોસ્પિટલ પહોંચાડ્યા હતા સાથે જ શાળાના બાળકોને આગ લાગે ત્યારે ફાયરના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું એન .ડી આર.એફ ટીમ, ૧૦૮ ટીમ, આપદા મિત્ર ટીમ તથા આસી. એજ્યુકેશન ઇન્સ્પેકટરના ઘમિષ્ઠાબેન કડીવારનો નાલંદા વિઘાલયના ટ્રસ્ટી જયેશભાઇ ગામીએ આભાર વ્યક્ત કર્યો હતો 

Comments
Loading...
WhatsApp chat