ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ આજથી ઉજવણીનો પ્રારંભ, જાણો ક્યા-ક્યા કાર્યક્રમો યોજાશે ?

ભારત સરકાર દ્વારા તારીખ. ૧૪/૦૪/૨૦૧૮    થી તા. ૦૫/૦૫/૨૦૧૮ સુધી સામાજિક સંવાદિત તથા અંતરિયાળ વિસ્તારના ગરીબ લાભાર્થીઓ સુધી યોજનાની વિગતો તેમજ ગ્રામ કક્ષાએ અમલિત યોજનાઓ માટે ગ્રામજનોનો  ફીડબેક મેળવવા તથા નવી યોજના માટે લાભાર્થીઓની નામ નોંધણી અને ખેડૂતોની આવાક દીવગુણીત કરવા માટે ગ્રામ સ્વરાજ અભિયાન હાથ ધરવામાં આવેલ છે .  આ અભિયાન દરમિયાન સ્વચ્છતા અને પંચાયતી રાજ સંસ્થાઓના સશક્તિકરણ ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે .આ કાર્યક્રમ ગ્રામ સ્તરે વિવિધ વિભાગો દ્રારા અલગ અલગ દિવસની ઉજવણી કરવામાં આવસે
જેમા તારીખ – ૧૮/૦૪/૨૦૧૮ નાં રોજ કાર્યપાલ ઈજનેર  પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ,મોરબી અને નિયામક  જીલ્લા ગ્રામ એજન્સી ,મોરબી. દ્રારા  સ્વચ્છ ભારત દિવસ ઉજવાશે .
તારીખ ૨૦/૦૪/૨૦૧૮ ના રોજ જીલ્લા પુરવઠા અધિકારી મોરબી અને ડીસ્ટ્રીક નોડલ ઓફિસર મોરબી (LPG-S)  દ્રારા ઉજવલ્લા દિવસ ઉજવાશે
તારીખ – ૨૪/૦૪/૨૦૧૮ નાં રોજ નાયબ જીલ્લા વિકાસ અધિકારી , જીલ્લા પંચાયત મોરબી દ્રારા રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવાશે .
તારીખ – ૨૮/૦૪/૨૦૧૮ નાં રોજ નિયામક , જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી અને અધિક્ષક ઈજનેર , પી .જી.વી.સી.એલ. મોરબી દ્રારા, ગ્રામ શક્તિ અભિયાન સારુ કરાશે.
તારીખ – ૩૦/૦૪/૨૦૧૮ નાં રોજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી , જીલ્લા પંચાયત મોરબી દ્રારા આયુષ્યમાન ભારત દિવસ ઉજવાશે .
તારીખ- ૦૨/૦૫/૨૦૧૮ નાં રોજ જીલ્લા ખેતીવાડી અધિકારી મોરબી દ્રારા , કિશાન કલ્યાણ દિવસની ઉજવણી કરાશે .
તારીખ – ૦૫/૦૫/૨૦૧૮ નાં રોજ નિયામક, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી અને મેનેજર લીડબેંક મોરબી દ્રારા આજીવિકા દિવસ ઉજવાશે

 

 

 

Comments
Loading...
WhatsApp chat