ક્યા આગ લાગતા ખાતર-કડબ બળીને ભથ્થું થયું ?



માળિયા તાલુકાના સરવડ ગામે સાંજના સમયે એક વાળમાં આગ લાગી હતી અને આસપાસના વિસ્તારમાં રહેલ બાવળ સહિતની વસ્તુ ઓ પણ આગની લપેટમાં આવી હતી.ધટનાની જાણ થયા ફાયરએ પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી વિગત મુજબ માળિયા તાલુકાના સરવડ ગામે ગઈકાલે સાંજના સમયે એક મકાનની બાજુમાં આવેલ વાળામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.જોત જોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને વાળમાં રહેલ ખાતર-કડળ અને વાળાની આજુબાજુમાં બાવળ સહિત ઝાડ-પાન પણ બળીને ખાખ થતા હતા.આગ મકાન સુધી પહોચે તે પૂર્વે જ મોરબી ફાયરની ટીમેએ પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો.જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.

