હળવદના ધારાસભ્યની ધરપકડના વિરોધમાં પોલીસ મથકે જ ધરણા, ધારાસભ્ય મેરજાએ શું કહ્યું ? VIDEO

જીલ્લાના ત્રણ ધારાસભ્ય ઉપરાંત લલિત વસોયા ધરણામાં જોડાયા

હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાની નાની સિંચાઈ કોભાંડમાં લાંચ માંગવા મામલે પોલીસે કરેલી ધરપકડ ના વિરોધમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ પ્રતિક ઉપવાસ કર્યા છે

ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાની અટકાયતને પગલે મોરબી જીલ્લાના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો તેમજ જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને જીલ્લા કોંગ્રેસના આગેવાનો અને ઠાકોર સેના દ્વારા એ ડીવીઝન પોલીસ મથક સામે ધરણા કરવામાં આવ્યા છે તો બ્રિજેશ મેરજાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે કોંગ્રેસની છબી ખરાબ કરવાના બદઈરાદાથી પોલીસને હાથો બનાવીને ભાજપે કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરાવી છે જેના વિરોધમાં મોરબી જીલ્લાના ત્રણ કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો વિરોધ નોંધાવવા ધરણા કરી રહ્યા છે

તો લોકો વચ્ચે જઈને સરકારના આ પગલાનો વિરોધ કરવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસ આગેવાનોની કારકિર્દી ખત્મ કરવાના ભાજપે કારસા રચ્યાના પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે તો ઉપવાસી છાવણીમાં ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા પણ પહોંચ્યા છે તે ઉપરાંત સુરેન્દ્રનગર અને જામનગર જીલ્લાના ધારાસભ્ય પણ ધરણામાં જોડાય તેવી સંભાવના જણાઈ રહી છે

જુઓ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનું ઈન્ટરવ્યું…….

Comments
Loading...
WhatsApp chat