Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં કરોડોની વેરા વસુલાત બાકી, જાણો પાલિકાએ શું કાર્યવાહી કરી ?

મોરબી પાલિકા કચેરીને મિલકત વેરાની કરોડો રૂપિયાની વસુલાત કરવાની બાકી હોય જે મામલે ૫૦૦ થી વધુ આસામીઓને નોટીસો ફટકારવામાં આવી હતી છતાં વેરો ભરવામાં નીરસતા દાખવવામાં આવતી હોય જેથી આજે પાલિકા તંત્રએ મિલકત સીલ કરવાની કાર્યવાહી કરી હતી

મોરબી પાલિકાના ટેક્સ વિભાગના નરેન્દ્રસિંહ જાડેજા, દલસુખભાઈ પટેલ, મીઠાભાઈ પરમાર, લાખુભા ઝાલા અને કિશોરભાઈ ગોસ્વામીની ટીમ દ્વારા આજે બાકી મિલકત વેરાની નોટીસ છતાં વેરો નહિ ભરનાર આસામીઓ પર તબાહી ઉતારવાનું શરુ કર્યું હતું જેમાં લાતીપ્લોટમાં આવેલી લક્ષ્મી ઓઈલમિલનો ૩,૩૨,૦૮૧ નો વેરો ભરવાનો બાકી હોય જે મિલકત આજે સીલ કરવામાં આવી હતી

જયારે જય ગણેશ ઓટો પેઢીને ૩,૩૪,૯૦૯ નો વેરો ભરવાનો બાકી હોય જે પાર્ટીએ પાલિકાની ટીમને ચેક આપી દીધો હતો તે ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં આવેલ નાફેડની ઓફીસનું ૫,૯૨,૭૦૬ અને નવા બસ સ્ટેન્ડનો પણ ૭,૩૮,૯૮૭ રૂપિયાના વેરા ભરવાના બાકી હોય જે બંને સરકારી મિલકતોએ વહીવટી પ્રક્રિયા શરુ કરી છે અને જેના માટે મુદત આપવામાં આવી હતી તેમજ સામાકાંઠે આવેલી વર્ધમાન ટાઈલ્સ નામની પેઢીનો ૧,૧૭,૯૧૪ નો વેરો બાકી હોય જેને વેરો ભરવા તૈયારી દર્શાવી હતી જેને આવતીકાલ સુધીની મુદત આપવામાં આવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat