મોરબીના વીસીફાટકે કાયમી ટ્રાફિકની સમસ્યા, કાયમી ઉકેલ શું ?

મોરબીમાં વીસીફાટકે દરરોજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે અને વાહનચાલકોને આવા ત્રાસમાંથી પસાર થવું પડે છે અને ટ્રાફિક પોલીસ તૈનાત હોવા છતાં ટ્રાફિક નિયમન થતું ના હોય જેથી દરરોજ વાહનચાલકોને પરેશાની ઉઠાવવી પડે છે.

મોરબીના સામાકાંઠે જવા માટે એકમાત્ર વીસીફાટકથી પુલ પરનો રસ્તો હોય જેથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે વળી વીસી ફાટક બંધ થતા તેમજ વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સના અભાવને પગલે વાહનોની લાંબી કતારો લાગતી હોય છે.

શનિવારે આવા જ ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા સવારે સર્જાતા ટ્રાફિકજામથી નોકરિયાત વર્ગ સમયસર ઓફીસ પહોંચી સકતો નથી તો દરરોજ ટ્રાફિકની સમસ્યા સિરદર્દ સમાન બની રહે છે અહી ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક જવાનો પણ તૈનાત હોય છે છતાં દરરોજ વાહનચાલકોને આવા ત્રાસ સહન કરવાની ફરજ પડે છે અને મોરબીની ટ્રાફિક સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ તંત્ર પાસે છે કે નહી તેવા સવાલો દરરોજ ઉઠતા હોય છે

ફાટક નજીક પાંચ દિવસથી ખાડો બુરાયો નથી

વીસીફાટક નજીક પાણીની પાઈપલાઈન માટે ખાડા ખોદવામાં આવ્યા છે જે ખાડા બુરવાનું તંત્ર ભૂલી ગયું હોય જેથી આ ખાડા પણ ટ્રાફિકની સમસ્યામાં વધારો કરી રહ્યા છે આમેય વીસીફાટકે ટ્રાફિકજામ થતા જ હોય છે આ ખાડો તે સમસ્યામાં વધારો કરે છે. ત્યારે તંત્ર આ બાબતે ક્યારે ગંભીર બનશે

 

Comments
Loading...
WhatsApp chat