પોલીસનો ડર ક્યા ? સરાજાહેર યુવકના ગળામાંથી ચેન ઝુંટવી સમડી છુ..થઇ

 

 

મોરબી શહેરમાં લોકોની નજર ચૂકવી ગળા કે હાથના દાગીના સરવી જતી સમડીગેંગ સક્રિય થઈ છે. જ્યાં તાજેતરમાં મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર બાઇક પર જતા યુવકને રસ્તા વચ્ચે ઉભો રાખીને તેના ગળામાંથી ચેન ઝુંટવી 2 ઈસમો ફરાર થઈ ગયા હતા. આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં ફરિયાદી ધ્રુવકુમાર સુરેશભાઈ કાંજીયાએ જણાવ્યું હતું કે, રાત્રીના પોણા નવેક વાગ્યાના અરસામાં તે એલ.ઈ.કોલેજ રોડ,અગ્નેશ્વર મહાદેવના મંદીર પાસે પોતાના ગોડાઉને થી પોતાનુ મોટર સાયકલ લઈ ઘરે જતા હોય ત્યારે આ કામના આરોપીઓ કાળા કલરનુ બ્લિ ટાંકી વાળુ બુલેટ પર આવી  ધ્રુવકુમાર નુ મોટર સાયકલ ઉભુ રખાવી ધ્રુવકુમારએ ગળામા પહેરેલ પોણા તોલાનો સોનાનો ચેન કિ.રૂ.૩૫,૦૦૦/- વાળો આચકો મારી ઝુંટવી લઇ અજાણ્યા બે ચોર ઇસમ પોતાનુ બુલેટ લઇ નાશી ગયા હતા. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઇપીકો કલમ-૩૭૯(એ)(૩),૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat