વવાણીયા ગામે વાછરડાના મોત મામલે શું નોંધાઈ પોલીસ ફરિયાદ ?

          માળિયાના વવાણીયા ગામ બહાર ભાગમાં રહેતી એક વાછરડા નું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે તો એક ગાય ને ઇજા થતાં તેની સારવાર શરૂ કરવમાં આવી છે જેથી ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળતા પોલીસ ફરિયાદ નોંધાવી છે અને માળિયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
         માળિયા તાલુકાના વવાણીયાં ગામના સીમાળામાં રહેતી જેને ગ્રામજનો રામધણ ગાયો તરીકે ઓળખે છે આ ગાયો પર હુમલાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા જેમાં એક વાછરડા ને મારી નાખવામાં આવ્યું હતું તેમજ એક ગાય ને ઇજા કરવમાં આવી હતી જેથી ગ્રામજનો ભેગા થયા હતા અને માળિયા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા સહિતનો કાફલો દોડી ગયો હતો  સાથે સાથે ડોકટર ને બોલાવી તેની તપાસ કરાવમાં આવી હતી અને  ઘા નો નિશાન પણ જોવા મળ્યો હતો એટલે વાછરડા ને સેનાથી મારવમાં આવ્યો અને ગાય સેનો ઘા છે તે તો ડોક્ટર રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડે પણ હાલ ગ્રામજનોમાં આ ઘટના પગલે રોષની લાગણી જોવા મળ્યો છે
        રવિવારે બનેલી ઘટના બાદ ગ્રામજનો પોલીસ મથકે દોડી ગયા હતા જેમાં ગામના સામજિક કાર્યકર અશ્વિનસિંહ પરમારએ ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ ૮ પહેલા  કોઈ પણ વખતે અજાણ્યા માણસે જંગલમાં રહેતી અને રામધણની જંગલી ગાયો તરીકે ઓળખાતી ગાયને પગમાં બદકું મારી હોવાનું જાણવાયું હતું પણ ખરેખર બદકું લાગી છે કે નહીં તેની તપાસ માટે આજે એફ.એસ.એલ ટિમ તેમજ પશુ ડોકટર ની ટિમ આજે તપાસ શરૂ કરશે આ ગુંનાની વધુ તપાસ પી.એસ.આઈ પી.જે.પનારા ચલાવી રહ્યા છે તો ગૌપ્રેમીઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે અને જવાબદાર ઈસમો સામે કડક પગલા ભરવાની માંગ કરી રહયા છે
Comments
Loading...
WhatsApp chat