સ્વાઈન ફ્લુ શું છે ? જાણો લક્ષણો અને સાવચેતીના પગલા વિશે વિશેષ માહિતી

સ્વાઈન ફલૂ! કોઈને આ રોગ થયાનું સાંભળીને આપણા શરીરમાંથી ધ્રુજારીનું લખલખું પસાર થઈ જાય. તેનાં આભાસી લક્ષણો આપણામાં દેખાવા માંડે ને ઘડીભર બેચેન થઈ જવાય. થોડા સમય પછી એ વાત ભુલાઈ જાય એટલે પેલો રોગ પણ ગાયબ થઈ જાય ! ખાસ કરીને નબળા મનના લોકોમાં આવી આભાસી રોગ વધારે જોવા મળતો હોય છે. વાસ્તવમાં સ્વાઈન ફલૂ એટલો વ્યાપક નથી અને એટલો જીવલેણ પણ નથી. એમાંય તંદુરસ્ત લોકોને આ રોગ થવાની શક્યતા ખૂબ ઓછી છે. એટલે આ રોગોમાં ખોટો ડર નહિં. પણ કડક સાવચેતી રાખીએ એ વધારે યોગ્ય છે. તેમ સ્પર્શ હોસ્પિટલના ડો. મનીષ સનારીયાએ જણાવ્યું છે.

સ્વાઇન ફલૂ શુ છે?

મોસમમાં થતા ઇનફલૂએન્ઝાને સામાન્ય રીતે ફલૂ ક્હેવામાં આવે છે. જે ઈન્ફલ્યુએન્ઝા વાઈરસને કારણે થાય છે અને શ્વાસ માર્ગને રોગ લગાડે છે.

સ્વાઈન એટલે ભૂંડ

ભૂંડ દ્વારા ફેલાતો રોગ એટલે સ્વાઈન ફલૂ. H1N1 વાયરસને કારણે ભૂંડમાં ફ્લુની ગંભીર બીમારી થાય છે. તેના ઉય્છવાસથી આ રોગના જંતુઓ વાતાવરણમાં ભળે છે. એક સંશોધન મુજબ આ રોગમાં ભૂંડ, એવીંયન (પક્ષી) અને મનુષ્ય ઈન્ફલુએન્ઝાના વાયરસનું સંમિશ્નણ જોવા મળેલ છે. અન્ય ઈન્ફ્લુએન્ઝા વાયરસની માફક આ રોગ પણ ખાસ કરીને શ્વાસનાં બિંદુઓ મારફત વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે.
લક્ષણો

સ્વાઈન ક્લૂનાં લક્ષણો હળવા પણ હોય છે અને તીવ્ર પણ હોય છે. સામાન્યથી ભારે તાવ (૧૦૧ થી ૧૦૪ ફે.), ઉદારસ, ગળામાં દુખવું, કળતર, અશક્તિ, માથું દુઃખવું, કાકડા પર સોજો, સ્નાયુ કે સાંધામાં દુખાવો, ઉબકા, ઉલ્ટી કે અતિસાર, થાક લાગવો, ગળફામાંથી લોહી પડવું, પેટમાં ગરબડ, ઠંડી લાગવી, શ્વાસ ચડવો, વગેરે સ્વાઈન ફ્લુના લક્ષણો છે.
અસરો

અસ્થમા, ડાયાબિટીસ, દમ, હદય રોગ અને મેદસ્વિતાથી પીડાતા વયસ્કો તેમજ બાળકો અને સગર્ભામહીલાઓ વધારે ઝડપથી આ રોગની અસર હેઠળ આવી શકે છે. તેમનામાં આ રોગનાં લક્ષણો તીવ્રપણે જોવા મળે છે. ૭૦ ટકા જેટલા રોગીઓ એવા છે કે જેઓ ૫ વર્ષ કરતાં ઓછી અને ૬૫ વર્ષ કરતાં વધુ વયના હોય છે. તંદુરસ્ત લોકોને પણ આ રોગ થઈ શકે છે. પરંતુ એવા કિસ્સાઓ અપવાદ રૂપ હોય છે.
સારવાર

આ રોગમાં લક્ષણો જણાય તો તરત જ નજીકના નિષ્ણાત ડોકટરની સલાહ લઈ ઓસેલ્ટામિવીર કે ઝાનામિવીર દવાઓ શરૂ કરવી. તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીએ નાક કે ગળાની પેશીના સ્વાબનું પરીક્ષણ કરાવવુ. લોહીનો રિપોર્ટ કરાવવો અને છાતીનો એક્સ રે પણ કરાવી લેવો પણ જરૂરી છે. તેઓએ હોસ્પિટલમાં દાખલ થઈ જવું હિતાવહ છે.
સાવચેતીના પગલાં

સ્વાઇનફ્લુથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પ્રત્યેક વર્ષે તેની રસી લેવી. આ રસી ૬૦ થી ૭૦ ટકા રક્ષણ આપે છે.

સ્વયં લેવા જેવી કાળજી
>પાણી વઘારે પીવું, પૂરતી ઊંઘ લેવી… પૌષ્ટિક આહાર લેવો અને ગંદકીથી દૂર રહેવું.
> ઉધરસ કે છીક આવે ત્યારે મોઢુ અને નાક રૂમાલ ડે કપડાંથી ઢાંક્વું.
> આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરતાં પહેલાં અને પછી હાથ સાબુથી ધોવા.
> શકય હોય ત્યાં સુધી હાથ મિલાવવાનું ટાળવું.
> ભીડભાડવાળી જગ્યાએ જવું નહી. મેળા, મંદિરે, થિયેટરમાં અને અન્ય એવા કાર્યક્રમો કે જેમાં વધારે લોકો ભેગા થતા હોય તેવી જગ્યાએ આ રોગચાળો ફેલાય છે ત્યાં સુધી જવાનું ટાળવું.
> બીમાર લોકોની નજીક જવું નહિ. જવું પડૅ એમ જ હોય તો માસ્ક પહેંરૅલો રાખવો.
> ઘરમાં કોઈને ભારે શરદી કે ઉધરસ થયા હોય તો તેમને માસ્ક પહેરાવવાનોં આગ્રહ રાખો.
> આ રોગનાં લક્ષણો ધરાવતા દર્દીઓને કામ પર કે શાળાએ મોકલવા નહિ.
> ડોકટરની સલાહ વગર જાતે કોઇ એલોપેથી દવા લેવી નહિ.

હાલ દેશમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લુના રોગ વિશે મહત્વની માહિતી આપવા બદલ સ્પર્શ હોસ્પિટલના ડો. મનીષ સનારીયા અને ઓમ હોસ્પિટલના ડો. હિતેશ પટેલનો મોરબી ન્યુઝ ટીમ હૃદય પૂર્વક આભાર વ્યકત કરે છે તેમજ વાંચકોને પણ આ માહિતીનો ઉપયોગ કરીને યોગ્ય સાવચેતી રાખવા માટે મોરબી ન્યુઝની અપીલ છે.

Comments
Loading...
WhatsApp chat