


મોરબીના નવડેલા રોડ નજીક આવેલ ઘાંચી શેરીમાં મોડી રાત્રે રૂપિયાની લેતી દેતી મામલે મનદુઃખ રાખી બે જૂથ વચ્ચે મારમારી થઈ હતી અને બંને જૂથના લોકને ગંભીર ઈજાઓ પહોચી હતી.ઘટનાની જાણ થતાં મોરબી એ ડીવિઝન પોલીસ દોડી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.આ મામલે બંને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબીના નવાડેલા રોડ નજીક આવેલ ઘાંચી શેરીમાં જુનૈદ ઇકબાલ દલને સાહિલ મહમદ લંઘાણી સાથે આગાઉ પૈસાની લેતી-દેતી મામલે ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી જુનૈદ ઇકબાલ સંધી,જુનૈદના પિતા ઇકબાલ સંધી, સાહિલ ઇકબાલ લંજા,રાહીલ ઇકબાલ લંજા,ભવાની ઉર્ફે દાદા,જાકિર રફીક,જાકિર રફીક સંધી,રફીક હુસેન સંધી,રમજું રજાક સંધી સાહિતનાઓએ એક સંપ કરીને જુનૈદએ ઘરીયા વડે યુનુસભાઈને જમણા હાથના ખંભા અને હાથડી પર મારી ફેકચર જેવી ઈજાઓ કરી હતી તો જુનૈદ સહિતના આવેલમાંથી કોઈએ છરી વડે યુનુસભાઈને જમણા શેડે તથા વાસના ભાગે ઘા મારીને જમણા હાથની આંગણી અને પગમાં ઈજાઓ કરી હતો તો સામા પક્ષે પણ યુનુસ ઉર્ફે મુખી લાંઘાણી, ઇમરાન યુસુફ, અનીશ મહમદ લંઘાણી, સાહિલ મહમદ લંઘાણી , એજાજ મહમદ લંઘાણી અને સોહિલ ઉર્ફે સવો ઇકબાલ મોવર ઘારીયા અને છરી વડે હુમલો કર્યો હતો અને બંને પક્ષના શખ્સોને ઈજાઓ પહોચતી હતી.
બંને પક્ષોએ સામસામી ફરિયાદ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.તો મોરબી એ ડીવીઝન પોલીશે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

