આંદરણા નજીક ચાલુ ટ્રેક્ટરમાંથી આધેડ પડી જતા કરુણ મોત

મોરબીના આદરણા પાસે સાંજના સમયે ટ્રેકટરમાંથી પડી જતા આધેડ ને ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું

બનાવની મળતી વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના ને હાલ મોરબીના આદરણા ગામે રેહતા વાસુભાઇ નરશીભાઈ (ઉ.વ.૫૫ ) વાળા ગઈકાલે સાંજે જી.જી.૨૪ પી.૪૩૫૨ નંબરના ટ્રેક્ટર માં મહેશભાઈ અમરસીભાઈ પાડવી સાથે બેસની જતા હતા ત્યારે કોઈ કારણોસર તે ટ્રેક્ટર માંથી પડી જતા અને ટ્રેકના ટાયર નીચે આવી જતા ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું

મોરબી તાલુકા પોલીસે ટ્રેક્ટર ચાલક મહેશભાઈ પાડવી  વિરુદ્ધ ગુનો નોધી આગળની તપાસ પી.એમ.સોલંકી ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat