Billboard ad 1150*250

એવું તે શું થયું કે મિત્ર એ જ મિત્રના બાઈક સળગાવી નાખ્યા

0 585
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીમાં મિત્રો સાથે મનદુઃખ ચાલતું હોય જેથી મિત્રો સાથે ફરવા ન લઇ જતા તેના મોટર સાઈકલને પેટ્રોલ છાંટી સળગાવી દઈને નુકશાન કર્યું હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં  નોંધાઈ છે.

મળતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રવિ પાર્કમાં રહેતા કુલદીપભાઈ રમેશભાઈ ગામી તથા આરોપી તૌફીક ઉર્ફે તોફ્લો કરીમભાઈ ખોખર તથા સાહેદ ચિરાગ ગાંધી તથા વિશાલ  કોળી મિત્રો હોય અને આરોપી તૌફીકને સાહેદ ચિરાગ ગાંધી સાથે મનદુઃખ ચાલતું હોય જેથી બધા મિત્રો આરોપી તૌફીકને હરવા ફરવા લઇ જતા ન હોય જેનું મનદુઃખ રાખીને ફરિયાદી કુલદીપ ગામી તેના મિત્રો સાથે માધાપરમાં હનુમાનજીના મંદિર પાસે બાઈક પાર્ક કરીને ગરબી જોવા ગયેલ હોય દરમિયન આરોપી તૌફીકએ ફરિયાદી કુલદીપના મોટર સાઈકલ હીરો સ્પ્લેન્ડર પ્લસ જીજે ૩૬ કે ૮૩૮૬ ઉપર પેટ્રોલ છાંટી, આગ ચાંપી, સળગાવી દઈ ફરિયાદી કુલદીપના મોટર સાઈકલમાં રૂ.૨૫,૦૦૦ તથા બાજુમાં પાર્ક કરેલ સાહેદ વિશાલ સેખાણીનું હીરો સ્પ્લેન્ડર જીજે ૦૩ ડીજે ૫૪૪૯ વાલુસા સળગી જતા રૂ.૫૦૦૦નું નુકશાન કરી કુલ કીમત રૂ.૩૦,૦૦૦ નું જલિત બિગાડ કરી હોવાની ફરિયાદ કુલદીપભાઈ રમેશભાઈ ગામીએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat