Billboard ad 1150*250 Billboard ad 1150*250

સગીરાની છેડતી કરનાર બે આરોપીના પોલીસે કેવા હાલ કર્યા, જુઓ વિડીયો ……….

 

મોરબીના મહેન્દ્રનગરમાં બે શખ્સો દ્વારા  સગીર વયની દીકરી સાથે છેડતી કરી હોવાના બનાવમાં  મોરબી બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓને પકડી પાડીને તેઓનું સરઘસ કાઢ્યું હતું અને બન્ને આરોપીઓ પાસેથી જાહેરમાં માફી મંગાવી હતી.

મોરબીના મહેન્દ્રનગર ગામે  સગીર વયની દીકરી બજારમાં નાસ્તો લેવા ગઈ હતી ત્યારે રજત ઉર્ફે રાજો ઉર્ફે કાનો હસમુખ પટેલ, કુલદીપ જગદીશ વ્યાસ સહિતના 3 શખ્સો દ્વારા છેડતી કરવામાં આવી હતી. બન્ને શખ્સોએ સગીર વયની બાળકીને બસમાં ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ મામલે મહેન્દ્રનગરના ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.

બી ડિવિઝનના પીઆઇ આર.કે. ઝાલા અને પીએસઆઇ એ.બી.જાડેજા સહિતની ટીમે રજત ઉર્ફે રાજો ઉર્ફે કાનો હસમુખ પટેલ, કુલદીપ જગદીશ વ્યાસ બન્ને આરોપીઓને ઝડપી લઈને બાદમાં બન્ને આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું અને બન્ને આરોપીઓની જ્યા બેઠક હતી ત્યાં લઈ જઈને જાહેરમાં તેમની પાસે માફી મંગાવી હતી

 

 

 

જુઓં વિડીયો……………..

Comments
Loading...
WhatsApp chat