Billboard ad 1150*250 Billboard ad 1150*250

પરિવાર સાથે માટેલ દર્શનાર્થે આવેલા વૃદ્ધા સાથે શું બન્યું ? જાણો અહી…….

વાંકાનેર તાલુકાના માટેલ ગામે દર્શને આવેલ વૃધ્ધા ગુમ થઇ જતા તેના ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઉંજા તાલુકાના વસીલવાસણા ગામે રહેતા કાંતાબહેન અમૃતલાલ નાઈ (ઉ.૭૨) નામના વૃદ્ધા તેમના ભાઈ પ્રહલાદ લખુદાસભાઈ નાઈ રહે-મહેસાણા તથા પ્રહલાદભાઈના દીકરા અને વહુ સાથે માટેલ ખોડીયાર માતાજીના મંદિરે ગત સાંજના સમયે દર્શને આવેલ હોય અને દર્શન કર્યા બાદ કાંતાબહેનના ચંપલ ન મળતા તેના ભાઈ સહિતનાઓ ગોતવા લાગ્યા હતા એટલામાં કાંતાબહેન ત્યાંથી ગુમ થઇ જતા તેના ભાઈ પ્રહલાદભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદના આધારે વૃધ્ધાની શોધખોળ શરુ કરી છે.

Comments
Loading...
WhatsApp chat