


મોરબીના લૂંટાવદર ગામ નજીક એક કાર કોઈ કારણસર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી.કાર ઝાડ સાથે અથડાતા ઝાડ પાસે બેઠેલ વૃદ્ધને સામાન્ય ઈજાઓ પહોચી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે..
મળતી વિગત મુજબ મોરબીના લૂંટાવદર ગામના પાટિયા પાસે આવેલા કાર જીજે ૦૩ ટીસી ૭૦૫ના ચાલકે કોઈ કારણોસર સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કાર વૃક્ષ સાથે અથડાતાની સાથે જ વ્રુક્ષનો થોડો ભાગ કાર પર પડ્યો હતો અને કારને પણ નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.કાર વ્રુક્ષ સાથે અથડાતા ત્યાં બેઠેલ લુંટાવદર ગામના જ ડાયાભાઈ સિંધાભાઈ વાધેલાને ઈજાઓ થઇ હતી.આ મામલે ડાયાભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ મથકના જે.જે. ગોગરા સાથે વાત-ચિત કરતા તેમણે જણાવ્યું હતું કે કાર મોરબી થી પીપળીયા ચાર રસ્તા તરફ જતી હતી અને તેને કોઈ કારણોસર કાબુ ગુમાવતા કાર પીપળના ઝાડ સાથે અથડાઈ હતી.આ બનાવામાં ઈજા પામેલ ડાયાભાઈએ રેલ્વે ફાટકમાં ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અને રેલ્વે ફાટકની ઓરડીનું રીપેરીંગ કામ ચાલતું હોવાથી ડાયાભાઈ પીપળનાં ઝાડ નીચે બેઠા હતા માટે તેમણે ઈજાઓ થઇ હતી.

